મારો પરિચય

સ્વાગત

આધ્યાત્મિક કાવ્યો પર આપનું હાર્દિક સ્વાગત કરું છુ

ગુજરાતમા ધોળકાની પાસે કૌકા નામનું એક નાનું ગામ છે જ્યાં મારો જન્મ વ્હોરા બિરાદરીમાં થયો. મારી ઉમર આજે ૮૫ વર્ષની છે. મેં જે તાલીમ લીધી તે વિવિધ પ્રકારની છે. હું બોમ્બે યુનિવર્સિટીથી 1946 માં ગ્રેજ્યુએટ થયો પછી LL.B., A.C.I.I. (U.K.)., D.H.M.S. ( Homeopathy) ની ડિગ્રીઓ
ગરિબી દૂર કરવા લીધી. વકીલ બનવાની મારામાં લાયકાત બિલકૂલ હતી નહીં. આધ્યાત્મના લક્ષણ જનમના સાથે અલ્લાહે મને આપીને ધરતી પર મોકલ્યો એટલે પૂરું જીવન બેચેનીમાં રહ્યું, કારણકે મારા આધ્યાત્મિક, સ્વતંત્ર વિચારોને છુપાવી, બીજાઓની મરજી મુજબ જીવન જીવવું પડ્યું. વિચારોની સ્વતંત્રતા અને વિચારો દર્શાવવાની સ્વતંત્રતા ની વાતો ઘણી સાંભળી પરતુ આ જીવનમાં તે પ્રાપ્ત ન થઈ શકી. છતાં આ મારા કાવ્યોમાં મારા વિચારો દર્શાવવાનો થોડો પ્રયત્ન કરેલો છે.

‘સૂફી’ પરમાર

DISCLAIMER

I am author of “ ADDHYATMIC KAVYO” ( i.e. Mystical poems). Nothing in my poems, in my words, phrases, sentences and/or ‘shers’ therein,refers to any religion, class of people, community and/or individual(s) and if anything therein resembles or appears so, it will be purely incidental and not by design.
‘Sufi” Parmar

મારાં કવ્યો આધ્યાત્મિક છે. માત્ર પ્રજાના ભલા માટે, અધઃપતનને અટકાવવા માટે અને ભાઈચારો વધારવા માટેનો મારો પ્રયાસ છે. ધર્મો, આધ્યાત્મ સુધી પહોંચવાની નિસરણીઓ છે અને આધ્યાત્મ મોક્ષની સ્વાગત પરસાળ છે. નિસરણીઓ જર્જરિત થાય તો આધ્યાત્મ સુધી ન પહોંચી શકાય. ધર્મો, ખંદિત અને ભ્રષ્ટ થાય તો તેનાં ભયંકર વિપરીત પરિણામો આવે. કોઈ પણ ધર્મ, કોમ કે વ્યક્તિ{ઓ} પ્રત્યે દ્વેષ કે દુર્ભાવનાથી મારી કવિતાઓમાં કઈં લખાયું નથી. તેમ છતાં જો કોઈને તેવું લાગે તો હું તેમની અંતઃકરણપૂર્વક ક્ષમા માગું છું
‘સૂફી’ પરમાર

3 Comments »

3 Responses to “મારો પરિચય”

 1. Valibhai Musa on 07 Mar 2008 at 7:38 pm #

  Janab Mohammad Ali Parmar,

  Assalamo Alaykum.

  While checking with my dashboard under ‘My Comments’, I traced out your blog which you had referred to Urmiben – Blogger of ‘Sarjansahiyaaru’. I went through some of your Spiritual Poems and I cannot restrict myself to congratulate you for your wonderful work.

  I am also a senior citizen but about two decades younger than you. Since my young age, I always liked to sit and talk with old hand people just to witness their life-long experiences. I am lucky enough to have you by chance at my age of 67 to share my/our thoughts mutually through our blogs.
  .
  I heartily invite your good selves to visit my blog – http://musawilliam.wordpress.com at least for a single Article “Inspired Knowledge” with hdf attachment being it a scanned one and titled as “Sahaj Gyan” in Gujarati. It is a spiritual work in the form of “Short Story” or “Light Essay” whatever you call it. In a typical style, I have tried my level best to discuss some spiritual points in the said Article.

  I pray the Almighty Creator to favor you with long life with good health and spirit.

  Khuda Hafiz,
  Duagir,
  Valibhai Musa

 2. દિલીપ ગજ્જર્ on 20 Mar 2009 at 12:01 am #

  જનાબ મહંમદ પરમાર સાહેબ, આપના સ્વતંત્ર મૌલિક વિચારના કાવ્યો વાંચી હું આહ્લાદિત થયો છ અને હું આપ સાથે સંમતિ સન્મતિ ધરાવું છું.. અનુયાયીના ગતાનુગતિક અનુસરણની કોઈ વિસાત સત્યનિષ્ઠ વ્યક્તિ પાસે નથી…તેમને તો કોઈ પોતાની અક્કલ જ નથી…તેથી તેઓ જગત્ના મોટામાં મોટા અનિષ્ટ કરવાહરદમ તૈયાર રહે છે…હંમેશ સત્યનો જ જય થાય છે…શાસ્ત્રના મૃત સિદ્ધાંતો સાચવવા ઘણા જીવે છે…તો અએકાદ તે સિદ્ધાંત જીવન્માં લાવી જીવે છે..પણ ફરક છે સમજ સમજમાં..બધી સમસ્યા અણ્સમજ અને અગ્નાનની છે…દિલીપ ગજ્જર્

 3. Ramesh Patel on 13 Sep 2009 at 6:26 pm #

  આપની પેઢી એક સંસ્કાર લઈ જીવી ગઈ છે.
  જ્યાં પણ નાતો બાંધ્યો તે આપના સાચા
  આદર્શ અને માનવ ધર્મને સંવારતા લાગ્યા.
  આજના કહેવાતા લોક નાયકો કરતાં આપની ભાવના
  કવન દ્વારા વહી છે,તેને મારા લાખલાખ સલામ.
  કેટલું પરમ શક્તિ માટેનું ઉચ્ચ જીવન દર્શન.
  ધન્યવાદ

  રમેશ પટેલ(આકાશદીપ)

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.