આત્માની ઉમર

આત્માની ઉમર

ઉમર એક આત્માની છે, અને બીજી છે કાયાની
જે ઘેરે છે જીવન ને જાળ તે છે જાળ માયાની

ઉમર શું છે આમારા આત્માની તે પ્રભુ જાણે
નથી પડતી ખબર પહેલાનાં પિજરાંઓ જલાયાની

ઘડીભર રહીને પિજરામાં છે ઉડનારું આ પંખેરું
કહાની બાકી રહી જાશે, આ પિજરાને સજાયાની

કચેરીમાં પ્રભુની આતમા જઈ પહોંચશે ત્યારે
ખબર પડશે બધી ત્યાં અમને પાપોમાં ભરાયાની

પ્રભુ ઈન્સાફ કરશે કર્મ અમારાં માપી તોલીને
ખબર પૂછશે નહીં યાત્રાકે ગંગામાં નહાયાની

જીવનભર નામ કરવામાં ને દોલત પ્રાપ્ત કરવામાં
ખબર ક્યાંથી રહે, માયાના બંધનમાં ફસાયાની

નથી અન્યાય કુદરતની અદાલતમાં થવા વાળો
નથી ચિંતા ગુણીજનને વિના કારણ સતાયાની

‘સૂફી’ની મિત્રતા થઈ છે પવિત્ર આતમા સાથે
ખુશી થઈ પ્રાપ્ત પરમાત્માને પણ દિલમાં વસાયાની

‘સૂફી’ પરમાર

1 Comment »

One Response to “આત્માની ઉમર”

 1. pravinash on 06 Feb 2008 at 3:24 pm #

  નૈનં છિંદન્તિ શસ્ત્રાણી નૈનં દહતિ પાવકઃ
  નચૈનં ક્લેદયન્ત્યાપો ન શોશયતિ મારૂતઃ

  આત્માને શસ્ત્રથી કાપી શકાતો નથી
  આત્માને અગ્નિ જલાવી શકતો નથી
  આત્માને પાણી પલાળી શકતો નથી.
  આત્માને વાયુ ઉડાડી શકતો નથી
  આત્માને કોઈ ઉમરની અસર નથિ.

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help