માન્યતાના વાંકે

માન્યતાના વાંકે

પ્રભુથી પ્રેમ છે તારો, ખુદાથી ઈશ્ક છે મારો
તું મારો દોસ્ત છે પ્યારો, ભલે જે ધર્મ છે તારો

ઘણાછે બહુજ પ્યારા દોસ્ત મારા આજ દુનિયામાં
નથી પુછ્યું મેં કોઈ દોસ્તને શું ધર્મ છે તારો

અમે ચર્ચા કરી આધ્યાત્મની ને દુનિયાદારીની
પરંતુ ધર્મની વાતોનો ન આવ્યો કદી વારો

કર્યું કલ્યાણ ધર્મોએ પ્રભુના પંથ બતાવીને
હવે કઈ શિક્ષા માનવને બનાવીદે છે હત્યારો?

ઘણી પાયા વગરની માન્યતાના રોગ છે જગમાં
આ પોકળ માન્યતાઓથી પ્રભુ આપોને છુટકારો

ભયંકર મોડ પર આવી ઉભું છે આ જગત આજે
નવો રંગ ધર્મનો કંઇ ના બને જગ નષ્ટ કરનારો

મને દેખાયછે ઇનસાન ના કે હિંદુ શીખ મુસ્લિમ
હૃદયની આંખથી દેખાય છે બસ પેદા કરનારો

‘સૂફી’નું મન કરો વિશુદ્ધ ઓ ઈશ્વર, પ્રભુ પ્યારા
રહું ના અંધ શ્રદ્ધામાં, જીવનભર હું ભટકનારો

‘સૂફી’ પરમાર

1 Comment »

One Response to “માન્યતાના વાંકે”

  1. Vijay Shah on 31 Dec 2007 at 2:18 am #

    મને દેખાયછે ઇનસાન ના કે હિંદુ શીખ મુસ્લિમ
    ર્હદયની આંખથી દેખાય છે બસ પેદા કરનારો

    કરો વિશુદ્ધ મન મારું દયાળુ ઓ પ્રભુ પ્યારા
    રહું ના અંધ શ્રદ્ધામાં, જીવનભર હું ભટકનારો

    બહુ જ સરસ વાત
    સાફ સાફ શબ્દોમાં

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.