Archive for October, 2007

બધાં રૂપ રંગ એનાં છે

બધાં રૂપ રંગ એનાં છે

બનાવ્યુ આ જગત જેણે, બધાં રૂપ રંગ એનાં છે
જ્યાં દ્રષ્ટિ જઈ પડે છે ત્યાં, બધાં રૂપ રંગ એનાં છે

ફૂલો લહેરાય છે ત્યાં ત્યાં, સુરીલી ધૂન ગુંજે છે ત્યાં
કળાધર ની કળા છે ત્યાં, બધાં રૂપ રંગ એનાં છે

છે ભક્તિભાવ જો દિલમાં, જો દિલ છે પ્રેમ નું ઝરણુ
કસોટી છે કે તું માને, બધાં રૂપ રંગ એનાં છે

અગર જો નાત જાતો ના અતૂટ વાડા બનેલા છે
તો સમજાશે પછી ક્યાંથી, બધાં રૂપ રંગ એનાં છે

નથી દિલમાં દયા તો વ્યર્થ પૂજા પ્રાર્થનાઓ છે
ભરી દિલમાં દયા તું જો બધાં રૂપ રંગ એનાં છે

નથી કોઈ કમી ભક્તો ની આ બિમાર દુનિયા માં
છતાં સમજાયું ક્યાં છે કે બધા રૂપ રંગ એનાં છે

આ મસ્તક રાખી ધરતી પર ‘સૂફી’એ પ્રાર્થના કીધી
તો દિલ બોલી ઉઠ્યું છે કે બધાં રૂપ રંગ એનાં છે

‘સૂફી’ પરમાર

No Comments »

ફૂલ અને ફૂલવાડી

ફૂલ અને ફૂલવાડી

પૂજારી પ્રાર્થના પહેલાં નજર ચારિત્ર પર કરજે
પછી ઈશ્વર ના સામે આરતી હાથોમાં તું ધરજે

પ્રભુને ફૂલ પ્યારાં છે, અગર તું એમ સમજે છે
તો તારા હાથોમાં પુષ્પો છે તેવું દિલ પ્રથમ કરજે

ઘમંડ, ઈર્ષા ને ઘૃણા ક્રોધ થી દિલ થાય છે મેલું
લઈ ને મેલ દિલમાં તું પ્રભુ સામે જતાં ડરજે

બહુ લલચાવે જ્યારે પાપ કરવા, જાળ માયાની
તું તારા અંતકરણ ને પૂછી પૂછી ને કદમ ભરજે

ખિલેછે ફૂલ અને મહેકે છે કાંટા થી ઉપર જઈ ને
નીચે રહી જાય છે કાંટા, તું કાંટાઓ થી ના ડરજે

ખુમારી હોય, સાથે જોશ્ તારા તન અને મનમાં
તો અવગુણ થી લડી, થઈ શુદ્ધ ભવસાગર ને તું તરજે

ઘણા ફૂલોની ખુશ્બુ આજ પણ મહેકે છે ગ્રંથોમાં
‘સૂફી’ તું પણ સુગંધી ફૂલ દઈ જગને પછી મરજે

‘સૂફી’ પરમાર

1 Comment »

દિવાનો થઈ ને બેઠો છું

દિવાનો થઈ ને બેઠો છું

કરામત જોઈ ઈશ્વરર્ની, દિવાનો થઈ ને બેઠો છું
પ્રભુ ને જોઈ રજ રજ માં દિવાનો થઈ ને બેઠો છું

બતાવું શી રીતે શું છે, મહિમા સૃષ્ટિ સરજન ની
થઈ ઝાંખી મને જેની, દિવાનો થઈ ને બેઠો છું

ઘડી ભર જીવી લઉં જગમાં ચમક દઈ ને હું સતસંગમાં
અસર છોડી જવા જગમાં, દિવાનો થઈ ને બેઠો છું

નથી પાંડિત્ય, કર્મકાંડ કે સન્યાસ મારા માં
છે કેવળ પ્રેમ નો નાતો, દિવાનો થઈ ને બેઠો છું

જગત છલકાયું ગિરજા થી, અને મંદિરો મસ્જિદ થી
જગ્યા ક્યાં રહી પ્રભુ માટે, દિવાનો થઈ ને બેઠો છું!

આ ટુકડા કાચના છે કે, હીરો છે કોઈ આ ઢગમાં !
થઈને કાચથી ઘાયલ, દિવાનો થઈને બેઠો છું

જ્યાં કત્લેઆમ છે ભક્તિ, ઈબાદત ખુંન રેલાવી
દિવાની દુનિયા છે કે, હું દિવાનો થઈ ને બેઠો છું!

જો ટપકે રક્ત માનવનું તો ધડકો થાય છે ઉપર
ધ્રુજારી થાય છે જગમાં, દિવાનો થઈ ને બેઠો છું

સમજદારો માં મારું નામ, ના લખજે જમાના તું
‘સૂફી’ કહે છે જમાના ને, દિવાનો થઈ ને બેઠો છું

‘સૂફી’ પરમાર્

No Comments »

સંકુચિત મનોદશા

સંકુચિત મનોદશા

હું માગુ છું દયા તારી, તું ભવસાગર તરાવી દે
બહુ પાપો કર્યાં છે પણ દયા તારી બતાવી દે

દગા દંભ ને નિંદા કરવા માં વીત્યું છે જીવન મારું
દુખાવું દિલ ના કોઈનું આ દિલ એવું બનાવી દે

હું છું માટી ની રજકણ, શું મહિમા સમજું હું તારી
તને કરવા પ્રસન્ન શું કરું, તું એ બતાવી દે

પ્રગતિ થઈ છે માથે હાથ દઈ દુનિયા માં રોવાની
કોઈ જ્યાં એક પાગલ ચાહે તો જગને જલાવી દે

ઘણું ભટ્ક્યો જગતમાં પ્રાપ્ત કરવા જ્ઞાન હું તારું
કરું શું જ્ઞાન ને જે દિલ ને સંકુચિત બનાવી દે

ખરાબે જઈ ચઢ્યા ધર્મો, ને ડામડોળ થઈ દુનિયા
ધરમવળાઓ ને તું ભાન ભૂલોનું કરાવી દે

‘સૂફી’ નું વ્યર્થ ગયું જીવન, જોઈ તકરાર ધર્મો ની
પ્રભુ માગુ છું, માનવમાં તું માનવતા જગાવી દે

‘સૂફી’ પરમાર

No Comments »

જગત મંદિર લાગે છે

જગત મંદિર લાગે છે

કરુ છું પ્રાર્થના તારી, જગત મંદિર લાગે છે
કરું છું સજદા આ ધરતી મને મસ્જિદ લાગે છે

આ રંગો થી ભરી દુનિયાં, આ સુરોં થી ભર્યું જીવન
જગત અદભુત તારું, સ્વર્ગની તસ્વીર લાગે છે

આ ભમરા ફૂલના ઉપર, પતંગા દીપના ઉપર
આ માખી મધપૂડા ઉપર, પૂજાની ભીડ લાગે છે

બને છે સ્વર્ગ આ દુનિયા, સલાહસંપ, સ્નેહભાવો થી
વધારે ભાઈચારો તે મને મહાવીર લગે છે

નથી કરતું છતાં કોઈ દયા ને પ્રેમ ની વાતો
જે લડવાની સલાહ આપે, હવે તે પીર લાગે છે

ભયાનક ક્યાં હતું તારું જગત આવું પ્રભુ પ્યારા
અચાનક નષ્ટ થશે એવું જગત અસ્થીર લાગે છે

પ્રભુ વિફરેલા ધર્મોથી સુરક્ષિત કર જગતને તું
જ્યાં હત્યાઓ થતી હર કોઈ ને તકદીર લાગે છે

‘સૂફી’ પરમાર

No Comments »

What a Wish ?

WHAT A WISH ?

My wish is to see Christian priest, Jewis rabbi, Muslim mullah, Hindu sadhu, Buddhist and Jain monks all praying together on one spot and singing same sublime hymn or song to our Al-Mighty God after reassembling our Lord from His scattered Pieces. Rain water becomes salty if falls in ocean and remains sweet if falls in river. New born baby adopts parents religion like mother tongue as he/she grows. If brought up in other religion from babyhood, ( as for example, when accidentally babies are changed in maternity hospitals ), he/she will adopt the other religion. WITH GOD, MAN’S CHARACTER OF INNER SPIRITUAL PERSONALITY MATTERS, NOT RELIGION. Even if religion matters, man is not human without humanity. Let us not destroy this world by senseless conflict of religions. (‘Sufi’ Parmar)

No Comments »

« Prev

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.