વિના સીમાડા નું વિશ્વ

વિના સીમાડા નું વિશ્વ

નઝારા તો ઘણા છે પણ્ ઘણા બીજા છુપેલા છે
જે સર્જન છે તે સામે છે, જગતદાતા છુપેલા છે

વિચારું છું, જગત શું છે અને હું કોણ અને શું છું
આ પ્રશ્નો ના જવાબો, કોઈને પણ ક્યાં મળેલા છે!

અમારી પૃથ્વિ ભવ્ય છે પરંતુ છે તે એક રજકણ
છતાં લાગેછે પાયા પૃથ્વિના સજ્જડ જમેલા છે

તે કઈ શક્તિ છે, પૃથ્વિને ધરી ફરતી ફરાવે છે
જે ફેરાથી દિવસને રાતના હિસ્સા થએલા છે

થયો પૃથ્વિનો જન્મ શી રીતે, ક્યાંથી અને ક્યારે
અનુમાનો કર્યાં પણ, શંકાશીલ પ્રશ્નો ઉભેલા છે

જે માના પેટમાં બાળક છે, તે દુનિયાને શું જાણે
જગત ની બહારના અમને ઈશારા ક્યાં મળેલા છે

આ સૃષ્ટિ ની ઉપર સૃષ્ટિઓ ની જે હારમાળા છે
નથી કલ્પના થઈ શકતી, સીમાડા ક્યાં છુપેલા છે

કોઈ કાનુંન દિવ્ય છે, આ વિશ્વ જે ચલાવે છે
નથી જે માનતા તેઓ પ્રભુનો પંથ ભુલેલા છે

કલમ પકડું છું ત્યારે પ્રેરણા માગું છું ઈશ્વર થી
સૂફી સંતો ક્યાં દુનિયાની નિશાળોમાં ભણેલા છે

‘સુફી’ પરમાર

3 Comments »

3 Responses to “વિના સીમાડા નું વિશ્વ”

  1. Vijay Shah on 30 Oct 2007 at 1:51 am #

    કલમ પકડું છું ત્યારે પ્રેરણા માગું છું ઈશ્વર થી
    સૂફી સંતો ક્યાં દુનિયાની નિશાળોમાં ભણેલા છે

    વાહ સરસ કલ્પના… વિના સીમાડા નું વિશ્વ

  2. girishdesai on 31 Oct 2007 at 4:55 pm #

    શ્રી. મોહમ્મદ ભાઈ,
    તમારી બધી ગઝલો વાંચી. તેની તુલના કે પ્રશંસા કરવા જેટલી શક્તિ મારામાં નથી. છતાં જો હું તમને નરસિંહ મહેતા કે અખા સાથે સરખાવું તો તે અતિશયોક્તિ નહીં ગણાય. તમે સાચે જ જ્ઞાની ભક્ત છો.

  3. Mohammad Parmar on 02 Nov 2007 at 2:43 pm #

    Dear Vijay Bhai, Many thanks for taking time to read my kavyo. Your kind appreciation emboldens me to open up my heart to write what my conscience thinks to be right in this difficult world.
    Parmar

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.